જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ,બનાસકાંઠા - પાલનપુર
![]() |
પ્રશ્નપત્ર |
પ્રથમ સત્રાંત પરીક્ષા -૨૦૨૩
ધોરણ -૬
વિષય - ગણિત
તારીખ - ૨૭/૧૦/૨૦૨૩
કુલ ગુણ:-૮૦
Solution By: - ગણેશભાઈ એન ગેલોત
શાળા નું નામ - શ્રી મોરથલ પ્રાથમિક શાળા
તાલુકો:-થરાદ
જીલ્લો:- બનાસકાંઠા
ધોરણ ૬ ગણિત પેપર સોલ્યુશન માટે અહી ક્લિક કરો
નોંધ:- પ્રશ્ન ૩(બ)૪
જેમાં જવાબ ખોટું આવે છે પરંતુ PDF મા ભૂલ હોઇ સુધારો કરવો
સમચાર પત્રો, પ્રેરક પ્રસંગો, શૈક્ષણીક માહિતી ભરતી વિષયક માહિતી તેમજ અવનવું જાણવા માટે અમારા બ્લોગ ની મુલાકાત લેતા રહો..
મુલાકાત બદલ આભાર
પ્રશ્નપત્ર
પરીક્ષા માટે સુભેરછા સંદેશ
આજનો દિવસ એટલે પરીક્ષાનો દિવસ તમારા માટે ખૂબ જ મહત્વનો છે. આજે તમારો જેવો મૂડ હશે પરીક્ષાનું પરિણામ એવું હશે.. માટે સકારાત્મક ભાવો સતત મનમાં લાવો. પરીક્ષા અંગે જરાય ચિંતા કરશો નહીં. તમારી પરીક્ષાને તૈયારી અંગે કશો સંશય કરશો નહીં. બધુ તમને આવડશે જ. નકારાત્મક ભાવોથી દૂર રહો. મને કહેવા દો આજે તમારી તૈયારીની પરીક્ષા તો છે જ સાથે-સાથે તમારા અભિગમની કસોટી છે. જો આજના દિવસ સકારાત્મક અભિગમ કેળવશોતો પરીક્ષા તમારી ધારણા પ્રમાણે જશે. એટલું જ નહિં બાકીની પરીક્ષા પણ સરસ જશે.
પરીક્ષા આપવા ઘેરથી નિકળો એ પહેલા અરીસામાં ધ્યાનથી તમારા ચહેરાને જૂઓ. ચહેરામાં સ્મિત લાવો. આનંદની અનુભૂતિ કરો. જમણો હાથ ઊંચ્ચો કરી જમણા હાથના અંગૂઠા ધ્યાનથી નિરખો. જમણા હાથના અંગૂઠા વડે અરીસામાં તમને પોતાને પરીક્ષાની શુભેચ્છા આપો. પરીક્ષા તમારી ધારણા પ્રમાણે જશે એમ બ્રિસ્ટોલ ક્લોડ કહે છે.
પરીક્ષા આપવા ઘેરથી નિકળો ત્યારે એક ગ્લાસ થોડી વધારે ખાંડવાળું સરબત કે પીને શાંતિથી ઘેરથી નિકળો. જરાય ઉતાવળ કરશો નહીં. પ્રાર્થના અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે વિજયી અદામાં ઘરની બહાર પગ મૂકો. પરીક્ષાના સ્થળે પરીક્ષાના 30 મિનિટ પહેલા પહોંચી જાઓ. તમારા મિત્રોને હાર્દિક શુભકામના પાઠવો જેવી તમારા માટે ઈચ્છો છો. પરીક્ષાના સ્થળે કશી વાતચીત ન કરો. આજૂબાજૂ ઊડતા પક્ષીઓને જૂઓ. આજૂબાજૂના વૃક્ષોના ફરકતા પર્ણોને જૂઓ. જો પરીક્ષા સ્થળે બગીચો હોય તો ફૂલ જૂઓ.
પરીક્ષાખંડમાં પ્રવેશવા માટેનો બેલ વાગે ત્યારે જરાય ટેન્સન ન અનુભવો પણ આનંદની અનુભૂતિ કરો. પ્રાર્થના અને મનોમન બોલો. પછી વિજયી મુદ્રામાં આગળ વધો. પરીક્ષાખંડમાં શાંતિથી બેઠક શોધી સ્થાન ગ્રહણ કરો. ઉતરવહી મળતા શાંતિથી સીટ નંબર, અને વિષયની માહિતી લખો. જ્યાં સુધી પ્રશ્નપેપર ન મળે ત્યાં સુધી ઊંડા શ્વાચ્છોશ્વાસ લઈ પ્રાર્થના નું રટણ કરો.
પ્રશ્નપેપર મળતા મને બધું આવડે છે, પ્રશ્નપેપર સહેલું છે; એવો અહેસાસ કરી આનંદની અનુભૂતિ કરો. પ્રશ્નપેપરને ઊડતી નજરે જોઈ જઈ જે પ્રશ્ન શ્રેષ્ઠ આવડે છે; તેનો શાંતિથી જવાબ લખવાનું શરૂ કરો. દર 30 મિનિટે 11 ઊંડા શ્વાસ લો. ત્યારબાદ બીજો પ્રશ્ન, પછી ત્રીજો પ્રશ્ન, એમ ક્રમિક પ્રશ્નોના જવાબ લખો. દરેક મુખ્ય પ્રશ્નનો જવાબ 35 મિનિટમાં પુરો કરો. છેલ્લી 5-10 મિનિટ અન્ડરલાઈન માટે ફાળવો. બધા જ પ્રશ્નોના જવાબો પૂરેપૂરા લખો. કોઈ પણ પ્રશ્ન અધૂરો ન છોડો. છતાં પણ કોઈ પ્રશ્ન રહી જાય તો ઝડપથી તેના મુખ્ય મુદ્દા લખી નાખો. જરાઈ છેકછાક ન કરો. લીધેલ સપ્લીમેન્ટરી વ્યવસ્થિત મજબૂત રીતે ક્રમ પ્રમાણે મુખ્ય પેપર સાથે જોડો.
શુભેચ્છાનું પ્રતીક જમણા હાથનો અંગૂઠો છે. એક માણસના જમણા હાથના અંગૂઠા જેવો બીજા માણસના જમણા હાથનો અંગૂઠો હોતો નથી. તેનો બીજો અર્થ એ થયો કે તમારા જેવું પણ વિશ્વમાં બીજૂ કોઈ નથી. માટે આપણે ગમે તેટલા સાક્ષર હોવા છતા સરકારી ઓળખકાર્ડમાં કે ડ્રાઈવીંગ લાયસન્સમાં જમણા હાથના અંગૂઠાની છાપ લેવામાં આવે છે. જમણા હાથનો અંગૂઠો આપણને સંદેશ આપે છે કે આપણે સફળ થવા જ જન્મ્યા છીએ. માટે અન્યનું અનુશરણ કરવાને બદલે તમે તમારા જેવા બની વિશ્વની આશા બનો.
તમો પરીક્ષામાં મનોમન ધારેલા માર્કસ મેળવો એ જ શુભકામના. અને TOP TENમાં સ્થાન મેળવી પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વની અપેક્ષા બનો એ જ અભ્યર્થના!!!