Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

ધોરણ ૭ વિજ્ઞાન પેપર સોલ્યુશન STD 7 paper solution

ધોરણ ૭ વિજ્ઞાન પેપર સોલ્યુશન STD 7 paper solution


                                પ્રશ્નપત્ર 

    જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ,બનાસકાંઠા - પાલનપુર


        
         પ્રથમ સત્રાંત પરીક્ષા  - ધોરણ ૭ વિજ્ઞાન પ્રશ્નપત્ર ૨૦૨૩




પ્રશ્ન-1 (અ) તફાવતના બે-બે મુદ્દા લખો :

જારક શ્વસન અને અજારક શ્વસન

(બ) દેખાવ અને કાર્યના આધારે ઓળખી બતાવો :

(1) હું ઉદરમાં જમણી બાજુએ આવેલી લાલાશ પડતી બદામી રંગની ગ્રંથિ છું.

(2) જીભમાં મારું કાર્ય સ્વાદ પારખવાનું છે.

(૩) પાચિત ખોરાક મારામાંથી પસાર થાય છે જે પ્રક્રિયા અભિશોષણ કહેવાય છે.

(4) મારા દ્વારા સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતરણ થાય છે.

(ક) જોડકાં જોડો

            (અ)                             (બ)

    (1) ઉષ્માનયન.                  (a) ધાતુમાં

  (2) ઉષ્મા વિકિરણ.               (b) પાણીમાં

                                           (C) સૂર્યઊર્જા દ્વારા

પ્રશ્ન-2 નીચે આપેલી પ્રક્રિયામાં થતા ફેરફારોનું ભૌતિક ફેરફાર તથા રાસાયણિક ફેરફારોમાં વર્ગીકરણ કરોઃ

પ્રકાશસંશ્લેષણ, ઓઝોનના પડનું તૂટવું, સોનાના દાગીના બનાવવા, લાકડું સળગવું, પાણીનું હિમ મિશ્રણ.

પ્રશ્ન-3 પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો : (કોઈ પણ બે)

(1) એલ્યુમિનિયમની પટ્ટી ઉષ્મા પ્રસરણની કઈ રીતે ગરમ થાય છે તે જણાવી તેને સાબિત કરતો પ્રયોગ વર્ણવો.




(2) પદાર્થ કે વસ્તુનો રંગ તાપમાનની માત્રા પર અસર કરે છે. આ સિદ્ધાંત સમજાવતી પ્રવૃત્તિ આકૃતિ સહ વર્ણવો.

(3) ભૂરા લિટમસપત્રને દ્રાવણ-A અને દ્રાવણ-B માં ડૂબાડતાં અનુક્રમે તે લાલ અને ભૂરા રંગનું બને છે. આ બંને દ્રાવણની પ્રકૃતિ ચકાસતો પ્રયોગ આકૃતિસહ વર્ણવો.

પ્રશ્ન-4 વૈજ્ઞાનિક કારણો આપો : (કોઈ પણ પાંચ)

(1) રોટલો વધુ ચાવવાથી મીઠો લાગે છે.

(2) કીટાહારી વનસ્પતિને આંશિક પરપોષી કહેવાય છે.

(૩) ઉનાળામાં સુતરાઉ કાપડનાં વસ્ત્રો પહેરવામાં આવે છે.

(4) પાણીમાં મીઠું ઓગળવું એ પરિવર્તનશીલ બદલાવ કહી શકાય છે.

(5) આપણને બગાસાં આવે છે.

(6) કઠોળ વર્ગની વનસ્પતિને નાઈટ્રોજનયુક્ત ખાતરની જરૂર રહેતી નથી.

(7) ગાય ઘાસનું પાચન કરી શકે છે.

પ્રશ્ન-5(અ) નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો : (કોઈ પણ એક)

(1) આધ્યા ચૂનાના નિતર્યા પાણીમાં સ્ટ્રો વડે ફૂંક મારે છે જેથી ચૂનાનું નિતર્યું પાણી કેવા રંગનું બને છે ? શા માટે?

(2) ડોલીને દોડની સ્પર્ધા દરમિયાન થોડું અંતર કાપ્યા બાદ પગના સ્નાયુમાં ખેંચાણ અનુભવાય છે. શા માટે?

(બ) સંકલ્પના સ્પષ્ટ કરો : (કોઈ પણ એક)

(1) સહજીવન

(2) મૃતપોષી સજીવ

(ક) ખાલી જગ્યા પુરો

(1) કોષમાં ખોરાકના કણને તોડી ઊર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને ......... કહે છે.






(2) પર્ણરંધ્ર............ કોષો દ્વારા આવરિત હોય છે

(3) શ્વાસોશ્વાસ દરમિયાન .......... ના કદમાં ફેરફાર થાય છે.

પ્રશ્ન-6 નીચે આપેલ શબ્દસમૂહને સમીકરણ સ્વરૂપે રજૂ કરો ઃ

(1) તટસ્થીકરણ પ્રક્રિયા

(2) જારક શ્વસન

પ્રશ્ન-7 (અ) આકૃતિ દોરી નામનિર્દેશન કરો :

વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણ.

(બ) નીચે આપેલી આકૃતિમાં નામનિર્દેશન કરો. :





પ્રશ્ન-8 હળદરપત્ર બનાવવાની કાર્યપદ્ધતિ સવિસ્તાર વર્ણવો

પ્રશ્ન-૩ (અ) માગ્યા મુજબ જવાબ લખો : (કોઈ પણ ચાર)

(1) પદાર્થનું તાપમાન માપવા માટે લબોરેટરી થર્મોમીટર વાપરવા અંગે તમારાં સૂચનો વર્ણવો.

(2) ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દીવાલો કેવા રંગથી રંગવામાં આવે છે ? શા માટે ?

(3) તમને એસિડિટી થાય છે તો તેના ઉપચાર માટે તમે કેવાં પગલાં લેશો ?





(4) કારખાનાઓમાંથી નીકળતા કચરાને પાણીમાં વહેવડાવતા પહેલાં તેના પર કેવી પ્રક્રિયા કરવી જોઈએ ? શા માટે?

(5) પ્રવાહી પદાર્થોમાં થતું ઉષ્માનયન સમજાવો.

(બ) ખાલી જગ્યા પૂરો

(1) પાલકની ભાજીમાં ......... એસિડ રહેલો છે.

(2) લોખંડને કાટ લાગતાં બચાવવાની રીત........ છે.

(3) સાબુમાં ............. બેઈઝ રહેલો છે.

(4) મેગ્નેશિયમની પાતળી પટ્ટીને સળગાવતાં તે ......... રંગની જયોતથી સળગે છે.

               _-_-_-_-_-_-_-_-_-_-_-
      
                   BEST OF LUCK 



પ્રથમ સત્રાંત પરીક્ષા -૨૦૨૩

ધોરણ -૭

વિષય - વિજ્ઞાન 

તારીખ: - ૧/૧૧/૨૦૨૩

કુલ ગુણ:-૮૦

Solution By: - ગણેશભાઈ એન ગેલોત 

શાળા નું નામ - શ્રી મોરથલ પ્રાથમિક શાળા

તાલુકો:-થરાદ

જીલ્લો:- બનાસકાંઠા 

ધોરણ ૭ વિજ્ઞાન સોલ્યુશન માટે અહી ક્લિક કરો 


          વિજ્ઞાન પેપર સોલ્યુશન ધોરણ ૭



પ્રશ્ન(૧)(અ) જવાબ



        (બ)

જવાબ (૧) યકૃત 

જવાબ (૨) સ્વાદાંકુરો 

જવાબ (૩) નાના આંતરડાની રુધિરવાહિની

જવાબ (૪) લાળ 

     (ક) જવાબો 

(૧) ઉષ્મા નયન ======= પાણીમાં 

(૨) ઉષ્મા વિકિરણ ===== સૂર્ય ઉર્જા દ્વારા 

પ્રશ્ન (૨) જવાબ

ભૌતિક ફેરફાર:- સોનાના દાગીના બનાવવા,
                          પાણીમાં હિમમિશ્રણ,

રાસાયણિક ફેરફાર:- પ્રકાશસંશ્લેષણ,લાકડાનું સળગવું
                               ઓઝોન ના પડનું તૂટવું


  પ્રશ્ન:- (૩)

જવાબ (૧)

એલ્યુમિનિયમની  પટ્ટી ઉષ્માવહન પ્રસરણ થી ગરમ થાય છે.

હેતુ : ઘન પદાર્થમાં ઉષ્માનું વહન છેડાથી ઠંડા છેડા તરફ થાય છે, તે સાબિત કરવું.

સાધન-સામગ્રી : બે ઇંટ, ધાતુની પટ્ટી, ટાંકણીઓ, મીણબત્તી

આકૃત્તિ :

                           ક્લિનીકલ થરમૉમીટર



પદ્ધતિ : સૌ પ્રથમ ઇંટ ઉપરા-ઉપરી ગોઠવો. ઉષ્મા સુવાહક ધાતુની પટ્ટી લો. પટ્ટીની નીચેની સપાટી પે બે-બે ઇંચના સરખા અંતરે મીણની મદદથી ટાંકણીઓ ચોંટાડો. આકૃત્તિમાં બતાવ્યા પ્રમાણે આ પટ્ટીને ઇંટ વચ્ચે દબાવીને ગોઠવો. હવે મીણબત્તી સળગાવીને ધાતુની પટ્ટીના છેડાને ગરમ કરવાનું શરૂ કરો. અવલોકન કરો.

અવલોકન : જે છેડા પાસેથી પટ્ટીને ગરમ કરવામાં આવે છે, તે બાજુનું મીણ પીગળવાથી ટાંકણી નીચે પડે છે. સહુથી છેલ્લે છેડા B તરફથી ટાંકણી નીચે પડે છે.

નિર્ણય : ઘન સ્વરૂપના પદાર્થમાં ઉષ્માનું વહન ગરમ છેડાથી ઠંડા તરફ થાય છે.
    
જવાબ(૨)

    પ્રવૃત્તિ

સાધન-સામગ્રી : બે પતરાંના ડબા, કાળો રંગ અને સફેદ રંગ, પાણી.

આકૃતિ:-




પદ્ધતિ:-

( 1 ) પતરાંના એકસરખા બે ડબા લો.

( 2 ) એક ડબાની બહારની સપાટી પર કાળો રંગ અને બીજા ડબાની બહારની સપાટી પર સફેદ રંગ લગાડો.

(૩) રંગ સુકાઈ જાય ત્યારે બંને ડબામાં સમાન પ્રમાણમાં પાણી ભરીને બપોરના સમયે તડકામાં એકાદ કલાક સુધી મૂકી રાખો.

( 4 ) બંને ડબામાં રહેલા પાણીનાં તાપમાન માપો. બંનેના તાપમાનમાં તફાવત જણાય છે? કયા ડબામાંનું પાણી વધુ ગરમ જણાય છે?

અવલોકન : કાળા રંગના ડબામાંનું પાણી વધુ ગરમ હોય છે. સફેદ રંગના ડબામાંનું પાણી ઓછું ગરમ જણાય છે.

નિર્ણય : કાળા રંગની સપાટી સફેદ રંગની સપાટી કરતાં ઉષ્માનું શોષણ વધુ પ્રમાણમાં કરે છે.


જવાબ(૩)
હેતુ : આપેલાં દ્રાવણો એસિડિક છે કે બેઝિક છે તે તપાસવું.

સાધન : કસનળીઓ, કસનળી રાખવાનું સ્ટેન્ડ, ડ્રોપર

પદાર્થ : ડિટર્જન્ટનું દ્રાવણ, લીબુંનો રસ, ચૂનાનું પાણી, દહીં, મીઠાનું દ્રાવણ (ફિનોલ્ફથેલીન સૂચક), લિટમસ પત્ર (લાલ, ભૂરા બંને)

આકૃત્તિ:


પદ્ધતિ : અલગ-અલગ કસનળીમાં ડિરર્જન્ટ, ચૂનાનું પાણી,

દહીં, મીઠાનું દ્રાવણ, લીબુંનો રસ વગેરે 5-10 ml લો. હવે ભીના કરેલાં લાલ લિટમસપત્ર પર દરેક દ્રાવણનાં 4-5 ટીપાં ડ્રોપર વડે મૂકો. લિટમસપત્રના રંગમાં થતા ફેરફારનું અવલોકન કરો એ જ રીતે ભીના કરેલા ભૂરા લિટમસપત્ર પર વારા ફરતી દરેક દ્રાવણમાં 4-5 ટીપાં ડ્રોપરની મદદથી મૂકો. થતાં ફેરફારનો નોંધ કરો.

અવલોકન :-


નિર્ણય :

(1) ડિટર્જન્ટનું દ્વાવણ, ચૂનાનું પાણી બેઝિક પ્રકૃત્તિ ધરાવે છે.

(2) લીબુનો રસ, દહીં એસિડિક પ્રકૃતિ ધરાવે છે.

(3) મીઠાનું દ્રાવણ તટસ્થ પ્રકૃતિ ધરાવે છે.

     પ્રશ્ન (૪)

જવાબ (૧)

 વધુ ચાવવા થી ખોરાકમાં લાળરસ વધુ ભળે છે અને શર્કરામા રૂપાંતર થાય છે. શર્કરા મીઠી હોવાથી આપણને રોટલો મીઠો લાગે છે.

જવાબ(૨)

કીટાહારી વનસ્પતિ કીટકોનો શિકાર કરી તેનું પાચન કરી શકે છે. દા. ત., કળશપર્ણ. 
કળશપર્ણ હરિતદ્રવ્ય ધરાવે છે છતાં તે કીટકોનું ભક્ષણ કરે છે તેને આંશિક પરપોષી કહી શકાય

જવાબ (૩)
ઉનાળામાં ગરમીને લીધે આપણને પરસેવો વળે છે. સુતરાઉ કપડાં પરસેવો શોષી લે છે. વળી, તેમાં હવાની અવરજવર સારી રીતે જળવાય છે. સુતરાઉ કપડાં ધોવાં સરળ છે. તેથી ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવાં વધુ અનુકૂળ છે.

જવાબ (૪) કારણ કે પાણીમાં ઓગળેલા મીઠાને તેના દ્રાવણ માંથી ફરીથી મેળવી શકાય છે. આથી તે પરિવર્તનશીલ બદલાવ છે તેવું કહી શકાય.



જવાબ(૫)
 કારણ કે જ્યારે આપણે થાકી જઈએ છીએ અથવા ઊંઘ આવે છે, ત્યારે આપણા શ્વાસની ગતિ ધીમી પડી જાય છે, જેનાથી શરીર માં ઓક્સિજનની માત્રા ઘટી જાય છે અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી જાય છે. બગાસું આવવાથી શરીરને વધુ ઓક્સિજન મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જાય છે.


જવાબ(૬)

કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજનયુક્ત ખાતરની જરૂર હોતી નથી. કારણ કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ નામના બૅક્ટેરિયા વસવાટ કરે છે. તેઓ વાતાવરણમાંનો નાઇટ્રોજન મેળવી તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે. આ રીતે જમીનમાં નાઇટ્રોજનનાં સંયોજનો ઉમેરાય છે અને ખાતર તરીકે ઉપયોગી બને છે. તેથી કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજન ખાતરની જરૂર હોતી નથી.

જવાબ(૭)
 
ગાય જેવા ઘાસ ખાનાર પ્રાણીઓ સેલ્યુલોઝ જેવા કાર્બોદિત ઘટકોનું પાચન કરવા માટે સક્ષમ છે કારણકે સેલ્યુલોઝનું પાચન કેટલાક બેકટેરિયા દ્વારા થાય છે, વળી ગાય જેવા પ્રાણીઓમા નાના અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી અંધાત્ર રચના આવેલી છે જેથી તે ઘાસ નું પાચન કરી શકે છે.


પ્રશ્ન(૫) અ

જવાબ (૧) 

આધ્યા ચૂનાના નિતર્યા પાણીમાં સ્ટ્રો વડે ફૂંક મારે છે આથી ચૂનાનું નિતર્યુ પાણી એ  દુધિયા રંગનું બને છે .

આમ થવાનું કારણ:
ફૂંક દ્વારા ઉચ્છવાસમાંનો કાર્બન ડાયૉક્સાઇડ વાયુ ચૂનાના પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરી કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ અદ્રાવ્ય પદાર્થ બનાવે છે,



જવાબ (૨)

જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટિ હોય ત્યારે, આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે. ભારે કસરત દરમિયાન, ઝડપથી દોડવું, સાઈલ ચલાવવી, કલાકો સુધી ચાલવું અથવા ભારે વજન ઊંચકવું આ બધી ક્રિયામાં વધુ શક્તિની જરૂર પડે છે. પરંતુ આ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય છે, ત્યારબાદ શક્તિની જરૂરિયાતને પૂરી કરવા માટે સ્નાયુકોષોમાં અજારક શ્વસન થાય છે.

જ્યારે સ્નાયુઓ અજારક શ્વસન કરે ત્યારે સ્નાયુ ખેંચાણ પામે છે. ગ્લુકોઝનું આંશિક વિઘટન થવાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. લેક્ટિક એસિડ એકઠો થવાને કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે.

(બ)

જવાબ (૧)


બે સજીવો સાથે રહી જીવના હોય તથા પોષક તત્ત્વો, વસવાટ માટે સહભાગી બને તે સંબંધને સહજીવન કહે છે. સહજીવન જીવતા બે સજીવો એકબીજાને લાભકારક હોય છે.

દા. ત., લાઈનમાં લીલ અને ફૂગ સહજીવન ગુજારે છે. લીલ ફૂગને પ્રકાશસંશ્લેષણ દ્વારા ખોરાક પૂરો પાડે છે. જ્યારે ફુગ લીલને વસવાટ, પાણી અને ખનીજ તત્ત્વો આપે છે.

જવાબ(૨)


જે સજીવ મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે તેને મૃતોપજીવી સજીવ કહે છે.

(ક)
જવાબ(૧) કોષીય શ્વસન 

જવાબ(૨) રક્ષક કોષો

જવાબ(૩) ઉરસગુહા(છાતી)

પ્રશ્ન (૬)

જવાબ (૧)

 એસિડ + બેઇઝ --------> ક્ષાર + પાણી

નીચે આપેલું ઉદાહરણ તટસ્થીકરણની પ્રક્રિયાનું છે :

હાઇડ્રોક્લોરિક ઍસિડ (HCL) + સોડિયમ હાઇડ્રોક્સાઇડ (NaOH) -→ સોડિયમ ક્લોરાઇડ (NaCl) + પાણી (H૨O)


જવાબ (૨)

અજારક શ્વસન નું સમીકરણ

ગ્લુકોઝ  ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઈડ + પાણી + શક્તિ

પ્રશ્ન (૭) (અ) જવાબ





જવાબ (બ)





પ્રશ્ન (૮) જવાબ

હળદરપત્ર બનાવવાની કાર્ય પદ્ધતિ :-

(૧)એક ચમસી હળદરનો પાવડર લઇને તેમાં થોડું પાણી ઉમેરીને તેની પેસ્ટ તૈયાર કરો

(૨) હવે બ્લોટિંગ પેપર / ગાળણપત્ર પર હળદરની પેસ્ટ લગાડીને સુકાવા દેતા હળદર પટ્ટી/પત્ર તૈયાર થાય છે.

પ્રશ્ન(૯)(અ)

જવાબ (૧)
 
માનવ શરીર સિવાયના પદાર્થોના તાપમાન માપવા માટે વપરાતા થર્મોમીટરને લેબોરેટરી થર્મોમીટર તરીકે ઓળખવામાં આવે છે.

લેબોરેટરી થર્મોમીટર વાપરવા અંગેના સૂચનો.

(૧) થર્મોમીટરને શિરોલંબ જ રાખવું ત્રાંસુ નહીં.

(૨) થરમોમીટરની મરક્યુરી ભરેલો બલ્બ જે પદાર્થ કે પ્રવાહીનું તાપમાન માપવાનું હોય તેના સંપર્કમાં બધી બાજુથી હોવો જરૂરી છે. વળી, થર્મોમીટર મરક્યુરીનો છેડો (મરક્યુરીવાળો ભાગ) પાત્રની દીવાલને અડકવો જોઇએ નહીં.

જવાબ(૨)

ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દીવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે.
        કારણ કે સફેદ રંગ એ હળવો રંગ છે જે તેના પર આપાત થતી ઉષ્માનું મોટા ભાગનું પરાવર્તન કરે છે. આથી ગરમ હવામાન વાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે જેથી ઉષ્માનું પરાવર્તન થવાથી મકાનોને વધુ ઉષ્માથી રક્ષણ મળે છે.

જવાબ (૩)

જ્યારે આપણને એસિડિટી થાય છે ત્યારે એન્ટાસીડની ગોળી લઈએ છીએ

એસિડિટી દરિમયાન આપણા જઠરમાં વધુ પ્રમાણમાં એસિડ ઉત્પન્ન થાય છે. જ્યારે એન્ટાસીડ ગોળીએ (મિલ્ક ઓફ મેગ્નેશિયા) બેઇઝ પ્રકૃતિ ધરાવે છે. આ એન્ટાસીડ (બેઇઝ) એસિડ સાથે પ્રક્રિયા કરી તેની અસરનું તટસ્થીકરણ (નાબૂદ) કરે છે.

જવાબ (૪)

કારખાનાઓમાંથી નીકળતા કચરાએ એસિડક પ્રકૃતિ ધરાવે છે. જો તેને સીધો જ પાણીમાં વહેવડાવામાં આવેતો તેમાંનો એસિડ માછલી તથા પાણીના બીજા જીવોનો નાશ કરે છે. આથી તેમાં બેઝિક પદાથો ઉમેરીને તેને તટસ્થ કરવામાં આવે છે.


જવાબ (૫)

પ્રવાહી પદાર્થને વાસણમાં ગરમ કરવાથી તેના ગરમ થયેલા અણુઓ હલકા થતાં ઉપર તરફ જાય છે અને તેનું સ્થાન લેવા ઠંડા (ભારે) અણુઓ ઉપરથી, નીચે તરફ આવે છે. આ આવેલા ઠંડા અણુઓ વાસણને અપાતી ગરમીથી ગરમ થઈ હલકા બની ઉપર તરફ જાય છે. આ વખતે ઉપરના અણુઓ પ્રમાણમાં ઠંડા હોવાથી નીચે તરફ આવે છે. આ રીતે પ્રવાહીના અણુઓનું નીચેથી ઉપર તરફ અને ઉપરથી નીચે તરફ સ્થળાંતર ચાલુ રહેતાં પ્રવાહી ગરમ થાય છે. આમ, આ રીતે પ્રવાહી પદાર્થ ઉષ્માનયનની રીતે ગરમ થાય છે.


(બ)

જવાબ(૧) ઑક્ઝલિક એસિડ 

જવાબ(૨) રંગ,ગ્રીસ અથવા ગેલ્વેનાઈઝેશન 

જવાબ(૩) સોડિયમ હાઇડ્રૉક્સાઇડ / પોટેશિયમ હાઇડ્રૉક્સાઇડ

જવાબ(૪)તેજસ્વી સફેદ પ્રકાશથી