Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

ધોરણ ૬ ગુજરાતી પેપર સોલ્યુશન( paper Solution)

ધોરણ ૬ ગુજરાતી પેપર સોલ્યુશન (paper Solution)

   જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ,બનાસકાંઠા - પાલનપુર



પ્રથમ સત્રાંત પરીક્ષા -૨૦૨૩

ધોરણ -૬

વિષય - ગુજરાતી

તારીખ - ૨૬/૧૦/૨૦૨૩

કુલ ગુણ:-૮૦

Solution By: - ગોવિંદભાઈ આઈ ડભાલા

શાળા નું નામ - શ્રી મોરથલ પ્રાથમિક શાળા

તાલુકો:-થરાદ

જીલ્લો:- બનાસકાંઠા 

ધોરણ ૬ ગુજરાતી પેપર સોલ્યુશન માટે અહી ક્લિક કરો


                               પ્રશ્નપત્ર 



પ્રશ્ન-1 નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, (કોઈ પણ પાંચ)

10 ગુણ

(1) પર્જન્યના પરોણા કોણ કોણ છે ?

(2) કસોટી બહાદુરીમાં ભૂત બનવા બાળકોએ કેવા કેવા રસ્તા વિચાર્યા હતા ?

(3) માખીના જીવનમાં ઊકરડાનું શું મહત્વ છે ?

(4) છોટુ માટે ભોંયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો ?

(5) નાનિયાએ લીમડાને કેવો કહ્યો છે ?

(6) ગિજુભાઈએ ‘પરોણા પર્જન્યના' નિબંધમાં બાળકોને શી સલાહ આપી છે ?

પ્રશ્ન-2 નીચે આપેલ કાવ્યપંક્તિનો ભાવાર્થ લખો. (કોઈ પણ એક)

એક ઈંડરનો વાણિયો, ધૂળો એનું નામ, સમી સાંજનો નિકળ્યો જવા કોટડે ગામ ! રસ્તે અંધારું થયું, ચડયો બીજી વાટ, જંગલમાં ભૂલો પડયો, દિલમાં થયો ઉચાટ. પણ હિંમત એણે ધરી, મનમાં કર્યો વિચાર, ‘નથી કદી હું એકલો’ સાથે મા રે બાર !

અથવા

મારે છે ને, સાચુકલી બા પરી .... હું હેરણ ફેંકી દઉં, લે ...... ડિંગો ચડ્ડી ફેંકી દઉં, લે ....... ડિંગો ! દફતર ફેંકી દઉં, લે ..... ડિંગો ! જો જે દરજી પાસે પાંખ ઘડાવી મને પરી બા દેશે ત્યારે આ બંદાનો વટ પડવાનો, ઘંટ વગડશે તો પણ ભણવા નહી જાવાનું.


પ્રશ્ન-૩(અ) નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો

(1) દરરોજ જેમાં કામની નોંધ રાખવામાં આવે તે પોથી.

(2)ખાડામાં મડદું દાટી તેની ઉપર કરેલું ચણતર.

(3) લોટ શેકી ગળપણ ઉમેરી બનાવેલું ગરમ, પાતળું પીણું

(4) એક જાતના દરિયાઈ પ્રાણીનું કોટલું જેને ફૂંકવાથી અવાજ થાય.

(5) ખોદી કાઢેલો પહાડની અંદરનો છૂપો રસ્તો.


પ્રશ્ન-૩(બ) ઉદાહરણ મુજબ શબ્દ પરિવર્તન કરી વાક્ય બનાવી લખો.

(વન - જંગલ)  અમે ડાંગના જંગલમાં ગયાં હતા.

(1) સુંદર

(2) નાજુક

(3) પૃથ્વી

(4) પ્રકાશ

(5) સુગંધ

પ્રશ્ન-4 માગ્યા મુજબ લખો.

(અ) કૌંસમાંથી યોગ્ય શબ્દ વાપરી ખાલી જગ્યા પૂરો. ઘસીઘસીને, શાંતિથી, રમતાં રમતાં)

(1). શાળામાં બાળકો ........... લડી પડે છે.

(2) સાબુથી હાથ ધોવા જોઈએ

(3) દાદાએ અવનીને જવાબ આપ્યો.

(બ) લીટી દોરેલ શબ્દનો ઉલટો અર્થ લખી ખાલી જગ્યા પૂરો.

(1) નાળિયેર ખારથી કઠણ અને અંદરથી ........... હોય છે.

(2) શિયાળામાં ટુંકો અને રાત્રી લાંબી હોય છે.

(૩) રેતમાં કેટલાક કાંકચ ધોળા તો કેટલાક કાંકરા . છે.

ક) નીચેના વાક્યમાં વિરામચિહન મુકી વાક્યનો પ્રકાર લખો.

(1) અમે પ્રવાસ જવાના છીએ

(2)બધા પથ્થર એકસરખા કેમ નથી

(3) ત્યાં તો ભૂત હોય જ ને


(ડ) રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો ઉપયોગ થાય તેવું વાક્ય લખો. 
 
મોમાં પાણી છૂટવું

(ઈ) નીચેના વાકયોમાં વ્યક્તિવાચક શબ્દ ફરતે ગોળ અને જાતિવાચક શબ્દ ફરતે ચોરસ કરો.

(1) હિમાલય ઊંચો પર્વત છે.

(2) મારા આંગણામાં રાતરાણીનો છોડ છે.

(ઇ) નીચેના વાકયોમાંથી સમૂહ દર્શાવતો શબ્દ અને દ્રવ્ય દર્શાવતો શબ્દ લખો.

(1) મહિલામંડળે ચોખ્ખા ઘીની સુખડી બનાવી.

(2) અંબાજી પગપાળા જતા સંઘને અમે ચા પીવડાવી.

પ્રશ્ન-5(અ) વિભાગ ‘અ’ ને વિભાગ ‘બ' સાથે જોડી વાક્ય બનાવી લખો.

   ક્રમ            વિભાગ (અ).        વિભાગ (બ)

  (1)    |મંગળ પરના ખાસ લોકો| |ભોંયરામાં દરરોજ કામ                                                          કરવા જાય છે|

  (2)     |છોટુ|    |યંત્રોની મદદથી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરેછે

 (3)   |મંગળ પરના લોકો|    ભોયરામાં જવાની જિજ્ઞાસા છે|

 (4)    |અધ્યક્ષ| તેમની ધરતી પરનાં યંત્રો પર નજર રાખે છે|

 (5)      |છોટુના પપ્પા|    |સમિતિનું સંચાલન કરે છે|

(બ) નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો.

આફ્રિકામાં આપણે ત્યાં હોય એવી માખો તો હોય, પણ બીજી જાતની માખો પણ હોય છે, એ ‘સેન્સે’ કહેવાય છે. આ માખીઓ રાતન કંઈ ન કરે. તે આપણી માખો કરતાં દોઢા કદની હોય છે. જાડામાં જાડું કપડું પહેર્યું હોય તોયે એના પર એ ડંખ મારે ને આપણું લોહી ચૂસે. હાથની ઝપટમાં તે ન આવે. આ માખી કરડે તો ખૂબ નબળાઈ આવી જાય, ધીમેધીમે આ નબળાઈ મૃત્યુ ભણી લઈ જાય ! શરૂઆતમાં માથું આકરું દુઃખે, પછી આળસ આવે ને પછી આવે મૂર્છા ... પછી બસ ખલાસ ... આનું નામ ઊંઘિયો તાવ. આ તાવ શરૂઆતમાં જ ઓળખાય તો ઉપાય થાય. મોડા પડાય તો પછી કોઈ ઉપાય નહિ.

પ્રશ્નો :

(1) આફ્રિકામાં આપણે ત્યાં હોય, તે સિવાય બીજી કઈ માખો હોય છે ?

(2) આફ્રિકાની માખો ડંખ મારવામાં શું વિશેષતા ધરાવે છે ?

(3) ‘મૂર્છા” શબ્દનો અર્થ વિકલ્પમાંથી શોધી લખો.

(અ) મૃત્યુ થવું

(બ) મૂછ આવવી

(ક) બેભાન થવું

(4) આફ્રિકાની માખો કરડે તો શું શું થાય ?


પ્રશ્ન-6(અ) વાક્યમાં રહેલા ભાવને કૌંસમાં આપેલા શબ્દોમાંથી શોધીને લખો.

(ડર, નવાઈ, દયા, ગુસ્સો, વિનંતી)

(1) પૂજાના નાના ભાઈએ તેનું પુસ્તક ફાડી નાંખ્યું.

(2) હું ઘરે રાત્રે એકલો હતો ને અચાનક બારણું ખખડયું.

(3) રિયા, તું મને માટીનું ઘર બનાવડાવીશ.

(4) આર્જે મેં વાડમાં ચમકતાં જીવડાં જોયાં.

(5) આ બિચારું બાળક, કેટલું રડે છે ?

(બ) નીચે આપેલ સંવાદ વાંચી તેમાં આવતા ગમે તે સાત ભાવ લખો.

પિનલ : કેમ, તું પ્રવાસમાં નહોતી આવી ?

બિનલ : અરે ! મારી ઈચ્છા તો ખૂબ હતી પણ છેલ્લી ઘડીએ મારી મમ્મી બીમાર થઈ ગઈ.

પિનલ: ઓ હો ! એવું તે શું થયું ?

બિનલ: સાવ સાજી હતી ને બાયરૂમમાં બેભાન થઈ ગઈ.

પિનલ : તો પછી, દવાખાને લઈ ગયા ?

બિનલ: એ દિવસે હું એકલી હતી. શું કરું સમજાય નહી. પાડોશમાં રહેતાં બેનને બોલાવીને દવાખાને લઈ ગઈ.

પિનલ : તે બહું જ સારું કર્યું. હવે તેમની તબિયત કેવી છે ?

બિનલ : હવે, તો સારું છે. તું કહે પ્રવાસમાં કેવું રહ્યું ?

પિનલ : પ્રવાસમાં તો મજા આવી. ડાયનાસોર પાર્ક જોવામાં ખૂબ મજા આવી. પણ તારી ખોટ રહી.

બિનલ : અરે વાહ ડાયનાસોર પાર્ક ! મારું તો સપનું અધૂરું જ રહી ગયું.

પ્રશ્ન (૮) નીચેનામાંથી કોઈ પણ એક વિશે સાત થી આઠ લીટીમાં લખો.

(1) વર્ષાઋતુ

(2) લોકમાતા નદી

             

બાળકો ને પરીક્ષા ની તૈયારી કેવી રીતે કરવી 



ધોરણ ૬ થી ૮ ના બાળકો ને પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી એ એક મુંજવતો પ્રશ્ન છે.અહી આપેલ પગલાંને અનુસરીને, તમારું બાળક પરીક્ષામાં સારા પરિણામો મેળવવા માટે ની તૈયારી કરી શકે છે.

  1. પાઠ્યપુસ્તકો અને તમે શિક્ષણ કાર્ય દરમિયાન બનાવેલ ચોપડા ધ્યાનથી વાંચો. તમારા બાળકને પાઠ્યપુસ્તકો અને તેમણે બનાવેલ ચોપડા ધ્યાનથી વાંચવા માટે પ્રોત્સાહિત કરો. આ તેમને ભણવામાં આવતાં મુખ્ય વિષયોને સમજવામાં મદદ કરશે.
  2. પ્રશ્નોત્તરી અને પ્રવૃત્તિઓનો અભ્યાસ કરો. તમારા બાળકને પરીક્ષામાં પૂછવામાં આવતા સંભવિત પ્રશ્નો અને પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરો.જો જૂના પેપર હોય તો એ પેપર નું સંપૂર્ણ સોલ્યુશન કરો તથા જાતે પેપર લખવાની પ્રેક્ટિસ કરો.આ તેમને પરીક્ષા માટે તૈયારી કરવામાં મદદ કરશે.
  3. પરીક્ષાની તાલીમ આપો. તમારા બાળકને પરીક્ષાની તાલીમ આપવા માટે પ્રોત્સાહિત કરો. આ તેમને પરીક્ષાના દબાણનો સામનો કરવામાં અને સમયસર પૂર્ણ કરવામાં મદદ કરશે.
  4. તમારા બાળકને આરામ કરવા અને તંદુરસ્ત ખોરાક ખાવા માટે પ્રોત્સાહિત કરો. તમારા બાળકને પરીક્ષા દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પૂરતો આરામ અને પોષક આહાર મળવો મહત્વપૂર્ણ છે.
  5. એક ટાઇમ ટેબલ બનાવો અને એ ટાઇમ ટેબલ ને અનુસરવાનું ચાલુ કરો. પરફેક્ટ ટાઇમ ટેબલ પરફેક્ટ ગુણ મેળવવા માટે મહત્વપૂર્ણ છે.
  6. પરીક્ષાની તારીખો અને સમયને યાદ રાખવા માટે ટેબલ બનાવો.
  7. પરીક્ષાના દિવસે સમયસર ઊઠો અને નાસ્તો કરો.
  8. પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે પૂરતો સમય આપો.
  9. પરીક્ષા દરમિયાન સ્વસ્થ રહો અને શાંત રહો.
તમારા બાળકની જરૂરિયાતોને સમજો અને તેમને સપોર્ટ કરો. તેમને જણાવો કે તમે તેમનામાં માનો છો અને તે પરીક્ષામાં સારુ પરિણામ મેળવી શકે છે.




         પરીક્ષા માટે સુભેરછા સંદેશ


     આજનો દિવસ એટલે પરીક્ષાનો દિવસ તમારા માટે ખૂબ જ મહત્વનો છે. આજે તમારો જેવો મૂડ હશે તેવું પરીક્ષાનું પરિણામ એવુ આવશે.. માટે સકારાત્મક ભાવો સતત મનમાં લાવો. પરીક્ષા અંગે જરાય ચિંતા કરશો નહીં. તમારી પરીક્ષાને તૈયારી અંગે કશો સંશય કરશો નહીં. બધુ તમને આવડશે જ. નકારાત્મક ભાવોથી દૂર રહો. મને કહેવા દો આજે તમારી તૈયારીની પરીક્ષા તો છે જ સાથે-સાથે તમારા અભિગમની કસોટી છે. જો આજના દિવસ સકારાત્મક અભિગમ કેળવશો તો પરીક્ષા તમારી ધારણા પ્રમાણે જશે. એટલું જ નહિં બાકીની પરીક્ષા પણ સરળ અને સરસ જશે.



પરીક્ષા આપવા ઘેરથી નિકળો એ પહેલા અરીસામાં ધ્યાનથી તમારા ચહેરાને જૂઓ. ચહેરામાં સ્મિત લાવો. આનંદની અનુભૂતિ કરો. જમણો હાથ ઊંચો કરી જમણા હાથના અંગૂઠા ધ્યાનથી જુઓ. જમણા હાથના અંગૂઠા વડે અરીસામાં તમને પોતાને પરીક્ષાની શુભેચ્છા આપો. પરીક્ષા તમારી ધારણા પ્રમાણે જશે એમ બ્રિસ્ટોલ કલોડ કહે છે.



પરીક્ષા આપવા ઘેરથી નિકળો ત્યારે એક ગ્લાસ થોડી વધારે ખાંડ વાળું સરબત કે દહીં પીને શાંતિથી ઘેરથી નિકળો. જરાય ઉતાવળ કરશો નહીં. પ્રાર્થના અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે વિજયી અદામાં ઘરની બહાર પગ મૂકો. પરીક્ષાના સ્થળે પરીક્ષાના 30 મિનિટ પહેલા પહોંચી જાઓ. તમારા મિત્રોને હાર્દિક શુભકામના પાઠવો જેવી તમારા માટે ઈચ્છો છો. પરીક્ષાના સ્થળે કશી વાતચીત ન કરો.આસપાસ ઊડતા પક્ષીઓને જૂઓ. આજૂબાજૂના વૃક્ષોના ફરકતા પાંદડા જૂઓ. જો પરીક્ષા સ્થળે બગીચો હોય તો ફૂલ જૂઓ.



પરીક્ષાખંડમાં પ્રવેશવા માટેનો બેલ વાગે ત્યારે જરાય તણાવ ન અનુભવો પણ આનંદની અનુભૂતિ કરો. પ્રાર્થના અને મનોમન બોલો. પછી વિજયી મુદ્રામાં આગળ વધો. પરીક્ષાખંડમાં શાંતિથી બેઠક શોધી સ્થાન ગ્રહણ કરો. ઉતરવહી મળતા શાંતિથી સીટ નંબર, અને વિષયની માહિતી લખો. જ્યાં સુધી પ્રશ્નપત્ર ન મળે ત્યાં સુધી ઊંડા શ્વાસોસ્વાસ લો તથા પ્રાર્થના નું રટણ કરો.

પ્રશ્નપેપર મળતા મને બધું આવડે છે, પ્રશ્નપેપર સહેલું છે; એવો અહેસાસ કરી આનંદની અનુભૂતિ કરો. પ્રશ્નપેપરને ઊડતી નજરે જોઈ જઈ જે પ્રશ્ન શ્રેષ્ઠ આવડે છે; તેનો શાંતિથી જવાબ લખવાનું શરૂ કરો. દર અડધા કલાક 11 ઊંડા શ્વાસ લો. ત્યારબાદ બીજો પ્રશ્ન, પછી ત્રીજો પ્રશ્ન, એમ ક્રમિક પ્રશ્નોના જવાબ લખો. દરેક મુખ્ય પ્રશ્નનો જવાબ 35 મિનિટમાં પુરો કરો. છેલ્લી 5-10 મિનિટ મુખ્ય શબ્દો નીચે લાઈન માટે ફાળવો. બધા જ પ્રશ્નોના જવાબો પૂરેપૂરા લખો. કોઈ પણ પ્રશ્ન અધૂરો ન છોડો. છતાં પણ કોઈ પ્રશ્ન રહી જાય તો ઝડપથી તેના મુખ્ય મુદ્દા લખી નાખો. જરા પણ છેકછાક ન કરો. લીધેલ પુરવણી મજબૂત રીતે ક્રમ પ્રમાણે મુખ્ય પેપર સાથે જોડો.



શુભેચ્છાનું  પ્રતીક જમણા હાથનો અંગૂઠો છે. એક માણસના જમણા  હાથના અંગૂઠા જેવો બીજા માણસના જમણા હાથનો અંગૂઠો હોતો નથી. તેનો બીજો અર્થ એ થયો કે તમારા જેવું પણ વિશ્વમાં બીજૂ કોઈ નથી. માટે આપણે ગમે તેટલા સાક્ષર હોવા છતા સરકારી ઓળખકાર્ડ માં કે ડ્રાઈવીંગ લાયસન્સમાં જમણા હાથના અંગૂઠાની છાપ લેવામાં આવે છે. જમણા હાથનો અંગૂઠો આપણને સંદેશ આપે છે કે આપણે સફળ થવા જ જન્મ્યા છીએ. માટે અન્યનું અનુકરણ કરવાને બદલે તમે તમારા જેવા બની વિશ્વની આશા બનો.



તમો પરીક્ષામાં મનોમન ધારેલા માર્કસ મેળવો એ જ શુભકામના. અને TOP TENમાં સ્થાન મેળવી પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વની અપેક્ષા બનો એ જ અભ્યર્થના!!!
પરિણામ જે પણ આવે એમાંથી કંઇક સીખી હંમેશા આગળ વધતા રહો.સખત અને સતત મહેનત થી આપ સફળતા ના શિખર ચોક્કસ પ્રાપ્ત કરી શકશો.


દરેક વિદ્યાર્થીઓ ને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક 👍