Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

પ્રેમનો પારસમણી!

 નમસ્કાર મિત્રો, મારુ ગુજરાતી બ્લોગ માં આપનું હાર્દિક સ્વાગત છે.પ્રસ્તુત છે વિદ્યાર્થી જીવનની હકીકતને દર્શાવતી વાર્તા જે વાંચીને આપ માં જરૂર બદલાવ આવશે ,અને આપને તથા આપણા સમાજ માટે ઉપયોગી નીવડશે.





            

                 પ્રેમનો પારસમણી !



સૌરાષ્ટ્રના એક ગામડાની વાત છે. ગામને સીમાડે આવેલ એક ઘરની બહાર ફળિયાની વચ્ચે એક માતા અને બાળક વચ્ચે સંવાદ ચાલી રહ્યો હતો. માતાના ચહેરાના ભાવો કહેતા હતા કે એ ખૂબ ગુસ્સામાં હતી. બાળક માતાની આંખમાં જોવાઈ ન જાય તેની કાળજી રાખતો નીચું જોઈને ઊભો હતો. બાળકની ઉંમર હશે માંડ છ વરસની.'નહીં જા, એમ ?' માતાએ ઉગ્ર થઈને પૂછ્યું. 'ના !' છ વરસના એ બાળકે નીચું જ જોઈ જવાબ આપ્યો.'તો હું તને સોટીએ સોટીએ સબોડી નાખીશ.' માતાએ ધમકી આપી.'ભલે !' બાળકે થોડીક બીક સાથે જવાબ આપ્યો.“એમ ? સોટીની પણ તને બીક નથી લાગતી એમ ? મારો રોયો ! રોજ નિશાળે જવાની ના પાડે છે ! ભણીશ નહીં તો કરીશ શું આખી જિંદગી ? તારા બાપની જેમ મજૂરી ? ખાળિયા ખોદીશ ? અમારી તો ગઈ પાણીમાં, તારી જિંદગીય પાણીમાં નાખવી છે ?' બોલતાં બોલતાં માતા થોડી ઢીલી પડી ગઈ.પરંતુ પેલો બાળક ટસનો મસ નહોતો થતો. માત્ર છ જ વરસના એ બાળકને સોટીની બીક તો હતી જ, પરંતુ નિશાળની બીક એનાથી પણ વધારે હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવતું હતું.માતા થોડી વાર ઊભી રહી. બે-ચાર ક્ષણ પૂરતું તો ‘ભલે ન જતો !' એવો સ્પષ્ટ ભાવ એના ચહેરા પર ઊભરી આવ્યો, પરંતુ એ ફક્ત

બેચાર ક્ષણ પૂરતો જ.એ પછીની ક્ષણે જ પોતાના જર્જરિત કપડાં અને પડું પડું થતા કાચી માટીના ઘર તરફ

નજર પડતાં જ એનો વિચાર બદલાઈ ગયો. ‘નહીં ! આવી જિંદગી મારાં બાળકો તો નહીં જ જીવે !' એવા મક્કમ ભાવ સાથે સટાક્ દઈને હાથમાંની સોટી એણે છ વરસના એ નાના બાળકના વાંસામાં ઝીંકી દીધી. બાળકને આવી શિક્ષા થઈ શકે એવી બીક હતી પરંતુ થશે એવી ખાતરી નહીં જ હોય એવું એની જોરદાર ચીસ પરથી લાગતું હતું માતા ફક્ત કોરી ધમકી નથી આપતી પરંતુ એનો અમલ પણ કરી જાણે છે એ સત્ય અને બરાબર સમજાઈ ગયું હશે જ, એટલે જ એ માતા તરફ એક કરુણ દૃષ્ટિ ફેંકીને પાટી તથા પેન હાથમાં લઈ રડતાં રડતાં નિશાળ તરફ ચાલવા લાગ્યો. બાળક નિશાળના રસ્તે ખાસ્સો દૂર જતો રહ્યો ત્યાં સુધી માતા સોટી હાથમાં પકડીને અડગ સિપાહીની માફક એ જગ્યાએ જ ઊભી રહી. બાળક દેખાતો બંધ થયો

પછી એ પાછી ફરી. સોટી હાથમાંથી ફેંકી પોતાના ઝૂંપડાને

ઓટલે બેસીને રડી પડી. પોતાના જ બાળકને માનું દુ:ખ કઈ માને ન થાય ? આ તરફ પેલો બાળક નિશાળે તો આળી પરંતુ ત્યાંથી કઈ રીતે છટકી જવું, એની પેરવીમાં હતો.પહેલા ધોરણમાં ભણાવતા માસ્તર ખૂબ જ કડક હતા. બાળકો સામે ભાગ્યે જ હસીને વાત કરતા.કોઈ બાળક વાત કરે કે હસે તો ફટાક દઈને લાફો ઝીંકી દેતા. કોઈને ન આવી તોપણ એનું આવી બનતું. એવા કડક માસ્તરની નજર સાથે નજર ન મળી જાય એની બરાબર તકેદારી પેલો બાળક રાખતો. માસ્તર સાહેબ સો એકઠા પૂરા લખાવતા પરંતુ એ બાળક ફક્ત ચૌદ એકડા જ

વખતો | ખબર નહીં એને શું થયું હતું પણ એકઠે પાંચડે પંદર કે એનાથી આગળ કંઈ પણ ન જ લખવાના એણે જાણે સોગંદ ખાધા હોય એમ એકડે ચોગડે ચૌદ લખ્યા પછી એ અટકી જતી.બાકીનો સમય એ પાટી(સ્ટેટ)માં વિટીડા દોરતો.એક કે બે વખત આ લિટોડાં પેલા કડક સ્વભાવના માતર સાહેબના ધ્યાનમાં આવી ગયાં

હતાં. બેઉ વખત બાળકની બોચી તેમજ ગાલ પર સાહેબના હાથની જોરદાર અડબોથ પડેલી.સાહેબને કદાચ એમ હશે કે એકાદ બે ફડાકા ઝીંકી દેવાથી બાળક એની મેળે જ સીધી દોર થઈ આગળ લખવા માંડશે. પરંતુ સાહેબની એ ગણતરી બિલકુલ ખોટી હતી. બાળકે આગળ

તો ન જ લખ્યું, ઉલટાનું નિશાળ માટે એના મનમાં  નફરત બેવડાઈ ગઈ. એ દિવસ તો એણે માંડ માંડ પૂરો કર્યો.બીજા દિવસે માતાએ કડક થઈ ફરીથી સોટી સબોડી (મારી), પણ બાળક પર એ દિવસે એની કંઈ જ અસર ન થઈ ! એ તો જાણે કે સાવ નિંભર બની ગી હતો. માસ્તરની નિર્દય થપાટ

ખાવા કરતા માતાની લાગણીભરી સૌટી ખાવા એન્ને જાણે કે મન મક્કમ બનાવી લીધું હતું. બેથી ચાર વખત સોટી માર્યા પછી માતાનો હાથ અટકી ગયો. એ આગળ ન મારી શકી. એણે બાળકને પાસે બેસાડીને ઘણું અને ઘણી બધી રીતે

સમજાવ્યો. એના બાપની માફક એને પણ મજૂરી કરવી પડશે એ પણ ઘણી વિગતે સમજાવી જોયું. પરંતુ નિરર્થક | બધું જ જાણે કે પથ્થર પર પાણી હતું. બાળક મૂઢની માફક બેઠો જ રહ્યો. ન કંઈ બોલ્યો કે ન તો એણે નિશાળે જવા પગલું ઉપાડ્યું. કંટાળીને માતાએ આજુબાજુમાં રહેતા ત્રણ-ચાર મોટા છોકરાઓને બોલાવ્યા. માતાના આદેશથી એ બધાએ બાળકને ટિંગાટોળી કરી ઉપાડ્યો અને છેક પૈલા કડક માસ્તર સાહેબની સામે લઈ જઈને ઉતાર્યો. ‘કૈમ અલ્યા ડફોળ ? નિશાળે આવતા આલ આવે છે ?લાટસાહેબને ઉપાડીને લાવવા પડે એમ ? ચાલ, બેસ અહીં અને હમણાને હમણાં જ એકથી સો એકડા લખી નાખ અને મને બતાવ ! નહીં તો પછી...' એ પછીના શબ્દો એ વિકરાળ ચહેરાઐ બોલીને બતાવવાની જરૂર નહોતી.બાળક નિશાળે આવ્યા પહેલાંનો એ બધું જાણતો અને સમજતો જ હતો ! એને મનમાં થતું હતું કે, 'આવી તે કાંઈ નિશાળ હોય ? અને સાહેબ જો આમ ભણાવે તો કોને ગમે ? અને આવી નિશાળેય કોને ગમે ?'એ આવું મનમાં જ બોલતો કારણકે એને ખબર હતી કે આવી બધી વાતો માટે મોટા લોકોના કાન બહેરા હોય છે.એકથી સો એકડા લખવાના માસ્તર સાહેબના હુકમને હજુ તો પાંચ મિનિટ પણ નહીં વીતી હોય ત્યાં જ બાળકે જોરજોરથી રડવાનું શરૂ કરી

દીધું. માસ્તર સાહેબ મૂંઝાયા ! શું થાય છે એમ પૂછતા બાળકે જણાવ્યું કે એને પેટમાં ખૂબ જ દુઃખે છે. ઊલટી થાય તેવું પણ થાય છે. કદાચ થોડીક વારમાં જ ઊલટી થઈ જશે તેવું લાગે છે.બાળકનો દયામણો ચહેરો અને એની રડતી સૂરત જોઈને માસ્તર સાહેબે એને ઘરે જવાની રજા





આપી દીધી ! સાથે એક બાળકને છેક ઘર સુધી મૂકી આવવા મોકલ્યો. દુઃખાવો અસહ્ય થતો હોય તેવા ભાવ સાથે એ બાળક ઊઠ્યો. વાંકો વાંકો ચાલતો એ નિશાળેથી ઘેર જવા પેલા જોડીદાર સાથે નીકળી પડ્યો. નિશાળથી સોએક મીટર જેટલું દૂર ગયા પછી એ સીધો થઈ ગયો.

પોતાને હવે ઘણું જ સારું લાગે છે એવું કહી જોડે આવેલા પેલા છોકરાને પણ એણે પાછો મોકલી દીધો.અર્ધો કલાક પહેલાં જ નિશાળે ગયેલ બાળકને પાછો આવેલો જોઈ માતાને ફાળ પડી, કારણ પૂછતાં બાળકે પોતાને પેટમાં દુઃખતું હોવાનું કહ્યું.પરંતુ માતાને બરાબરની શંકા પડી. બાળક તો એયને મજાનો ખાઈ-પીને રમતો હતો. એણે

બાળકને પેટમાં કઈ જગ્યાએ દુઃખતું હતું? કઈ રીતનું દુઃખતું હતું વગેરે પ્રશ્નો ફરી ફરીને પૂછી જોયા. બાળકના જવાબો પરથી એ ખોટું બોલતો હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવતું હતું.

માતા એ દિવસે તો કંઈ જ ન બોલી પરંતુ, જો હવે પછી બાળક આવું કોઈ બહાનું કાઢીને નિશાળેથી પાછો આવે તો એને પાછો મોકલવો એવું એણે મનથી જ નક્કી કરી લીધું.

આ બાજુ માતાની ઊલટતપાસથી બાળક પણ સમજી ગયો કે માતાને પોતાની દાનત પર બરાબરની શંકા પડી છે એટલે એણે પણ બીજા દિવસથી શું કરવું એ બરાબર વિચારી લીધું !બીજા દિવસે એ આરામથી નિશાળે ગયો. માતાને નવાઈ લાગી. રોજ આનાકાની કરતો પાટવી કુંવર

કંઈ પણ બખેડો કર્યા વિના નિશાળે જવા તૈયાર થઈ ગયો એ પણ એને મન નવાઈ હતી, છતાં ગમે તે રીતે આવડા મોટા પ્રશ્નનો નિવેડો આવી ગયો હતો એટલે એણે વાતને બિલકુલ હળવાશથી લીધી.આ બાજુ નિશાળે પહોંચ્યાનો માંડ અર્ધો કલાક પસાર થયો હશે ત્યાં જ બાળકે માથું પકડીને રડવાનું શરૂ કરી દીધું. માસ્તર સાહેબે પૂછ્યું તો

એણે માથું દુઃખવાનું કહ્યું. માસ્તર માટે તો એ આમેય માથાનો દુઃખાવો બની ચૂક્યો હતો.એટલે ફરિયાદ કરતાંની સાથે જ સાહેબે એને ઘરે જવાની છુટ્ટી આપી દીધી. બાળક નિશાળથી બહાર નીકળ્યો. પાંજરેથી છૂટેલ પંખીની જેમ ઊંડો શ્વાસ લઈ એણે જાણે કે શરીરના કણેકણમાં વ્યાપેલ કંટાળાને મુક્ત હવાની મદદથી ખંખેરી નાખ્યો. પોતે ઘરે જશે તો માતા પાસેથી છટકવું મુશ્કેલ બની જશે એ વાતનો એને ખ્યાલ હતો જ. માતા ગમે તેમ કરીને પોતાને

પાછો નિશાળે મોકલ્યે પાર કરશે જ એવી એને ખાતરી પણ હતી. એટલે એ ઝંઝટમાંથી છૂટવા માટે એણે નવો જ માર્ગ શોધી કાઢ્યો નિશાળથી થોડે જ દૂર આવેલ ગરનાળાની

રેતીમાં, એને અડકીને આવેલ ખેતરોમાં અને નિશાળની બરાબર સામે આવેલ ટેકરી પર એણે રમવાનું શરૂ કર્યું. બસ, પછી તો એને એ બરાબર ફાવી ગયું ! નિશાળ છૂટે અને બધાં બાળકો ઘરે જાય એમની સાથોસાથ ઘરે પાછા જવાનું ! પ્રશ્ન ઉકેલાઈ ગયો હતો ! ઘરે કોઈ ધમાલ કે

ધાકધમકી નહીં અને નિશાળે માસ્તરની જોહુકમી નહીં. ગામડા ગામની નિશાળમાં શિક્ષક-માબાપની મિટિંગ (પેરન્ટ-ટીચર મિટિંગ)જેવું તો કંઈ હોય નહીં. એટલે બાળક નિયમિત જાય છે કે નહીં એ મજૂરી કરતાં માબાપને ખબર

પણ ક્યાંથી પડે ? એ આખ્ખું વરસ એમ જ ચાલ્યું. પેલો બાળક પણ વચ્ચે વચ્ચે સાહેબ રજા પર હોય કે તાલુકા કક્ષાએ મિટિંગમાં ગયા હોય કે વળી નિશાળમાં કંઈ કાર્યક્રમ હોય તો આખો દિવસ નિશાળમાં પણ કાઢે. બાકી તો

એના બુદ્ધિપૂર્વકના બહાનાંઓથી છટકી જાય અને જલસા કરે ! માતાના માર અને માસ્તર સાહેબની સજા બંનેમાંથી માર્ગ નીકળી જવાથી એને મહાશાંતિ થઈ ગઈ હતી. એ આખું વરસ એણે એમ જ પૂરું કર્યું. પરીક્ષા લેવાઈ, પરિણામ આવ્યું : ફુલ્લી નાપાસ ! પહેલા ધોરણમાં નાપાસ ! હાજરી તો ખૂટી જ સાથે એકડા પણ ચૌદથી વધારે નહોતા આવડતા એવું માસ્તરે કહ્યું. એ વખતે પરિણામ પત્રક આપવામાં નહોતું આવતું પણ મૌખિક આ બધું કહેવાતું. ઘરમાં ધબધબાટી બોલી ગઈ. બીજા વરસથી નિયમિત ભણવાનું નહીં તો ખેર નહીં રહે એવી ધમકીઓ

પણ ગંભીરતાપૂર્વક અપાઈ ગઈ.બીજું વરસ શરૂ થયું. બાળક માટે તો ફક્ત વરસ જ બદલ્યું હતું. ધોરણ એનું એ જ હતું. એ વરસે ચોમાસાની શરૂઆત પણ થોડી વહેલી થઈ હતી. બીતાં બીતાં એ બાળક નિશાળે ગયો.એના જોડીદારો એની મશ્કરી કરતા હતા. એ બધા બીજા ધોરણમાં આવી ગયા હતા જ્યારે આ ઢગલાનો ‘ઢ’ હજુ પહેલા ધોરણમાં જ હતો ! પરંતુ એ બધી વાતની પેલા બાળકને કંઈ ફિકર પણ નહોતી. આટલા નાના સાત વરસના બાળકને પહેલા કે બીજા ધોરણના ફરકથી અપમાન જેવું કદાચ ન પણ લાગે એ સ્વાભાવિક હતું. એને તો ફિકર હતી પેલા કડક માસ્તરનો ફરીથી સામનો કરવાની !

નિશાળનો બેલ પડ્યો. બધાં બાળકો ધોરણ પ્રમાણે પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયાં.મનમાં થડકાટ સાથે બધાની પાછળ જઈને એ બાળક પણ બેઠો.પ્રાર્થનાની તૈયારી થઈ ગઈ. એ વખતે જ બાળકના આચર્ય વચ્ચે પેલા કાંક માસ્તર સાહેબની જગ્યાએ લીલા રંગની સાડી પહેરેલ,

તેજસ્વી આંખોવાળી એક સુંદર યુવતીએ પ્રવેશ કર્યો. રોજ જે ખુરશી પર પેલા કડક માસ્તર સાહેબ બેસતા એ ખુરશી પર એ યુવતી બેઠી. બધાં બાળકોને નજરથી માપી લેતી હોય તેવી ષ્ટિ નાખી એણે એક પ્રેમાળ સ્મિત રેલાવ્યું.

નાના બાળકના જેવું નિર્દોષ હાસ્ય અને એમાં બાળકો માટે રહેલ પ્રેમભાવ જાણે જાદુઈ હતા.હાજરી પૂરીને એમણે કહ્યું, ‘વહાલાં બાળકો ! આજે તમારો અને મારો આ વરસનો પહેલો દિવસ છે. તો સામે ભણવાને બદલે એકાદ

વારતા થઈ જાય ?'હા | આ...આ... આ !” બધાં બાળકોએ એક અવાજે અવાજે કહ્યું. ‘ચાલો ! આપણે એક કામ કરીએ. એક વારતા હું કહીશ અને એક વારતા

તમારામાંથી કોઈ કહે. બોલો, તમારામાંથી કોને વારતા આવડે છે ? શિક્ષિકાબહેનનાં અવાજમાંથી છલકાતું વાત્સલ્ય દરેક બાળકને અસર કરી ગયું હતું. પેલો છેલ્લે બેઠેલો બાળક પણ એમાંથી શી રીતે બાકાત રહી શકે ?

આટલી સરસ રીતે તો એને ઘરમાં પણ કોઈએ કદી કંઈ પૂછ્યું નહોતું. એને તો એની માતાએ કહેલી ઢગલો વારતાઓ આવડતી હતી. પરંતુ આજ સુધી કોઈએ

પૂછ્યું જ ક્યાં હતું ? એણે સૌથી પહેલી આંગળી ઊંચી કરી. શિક્ષિકાબહેને એને આગળ બોલાવ્યો. નામ પૂછ્યું અને ત્યાર બાદ વાંસામાં વહાલથી હાથ ફેરવીને વારતા કહેવાનું કહ્યું.માતા જેવા પ્રેમાળ સ્પર્શથી બાળકના અંગે

અંગમાં ખુશીની લહેર દોડી ગઈ. પોતાની માટે જે લહેકા અને ગામઠી લઢણથી વારતા કહેલી એવી જ રીતે એ બાળકે વારતા કીધી. બધા હસી હસીને બેવડ વળી ગયા. બહેને પણ ખુશ થઈ એનો વાંસો થાબડ્યો. એને બાજુમાં ઊભો રાખી બહેને એની વારતા કહેવાની ઢબના ખૂબ વખાન  કર્યાં. ત્યાર બાદ એમણે પોતે પણ એક વારતા

કહી. એ દિવસે પહેલા દિવસના માનમાં નિશાળ એક કલાક વહેલી પૂરી કરવામાં આવી. એ દિવસે નિશાળેથી છૂટીને ઘરે જતી વખતે પ્રથમવાર એ બાળકને થતું હતું કે હજુ બેચાર કલાક વધારે નિશાળ ચાલી હોત તો વધારે સારું હતું !

બીજા દિવસની સવાર જલદી આવે તો સારું એવું વિચારતા પહેલી વખત એને નિશાળેથી છૂટતાં દુઃખ થયું.

બીજા દિવસની સવાર તો માંડ પડી એવું એને લાગ્યું. જાતે વહેલો વહેલો ઊઠીને એ તૈયાર થઈ ગયો. કાયમ ઊઠવામાં અને નિશાળે જવામાં વાંધાવચકા ઊભા કરતા બાળકને જાતે તૈયાર થઈ પોતાની જાતે નિશાળ તરફ પ્રયાણ કરતો

જેઈ એની માતાને પણ નવાઈ લાગી. નિશાળે બેસાડ્યા પછી કદાચ પ્રથમ વખત એ પોતાના બાળકને ખુશીથી નિશાળે તો જેઈ રહી હતી.નિશાળે પહોંચી એ બાળક પોતાના વર્ગમાં સૌથી આગળની હરોળમાં બેઠો.કાયમ પાછળ જ બેસવાની એની વૃત્તિમાં આવેલ આ ફેરફાર એને પણ નહોતો સમજાતો.શિક્ષિકાબહેને આવીને આગળના દિવસની જેમ જ બધા સામે વહાલભર્યું સ્મિત કર્યું. આ

બાળકની પીઠ પર હાથ ફેરવી ફરી એક વખત આગળના દિવસે એણે કહેલી સરસ વારતા માટે એનાં વખાણ કર્યાં. પછી કહ્યું, 'વહાલાં બાળકો આજે આપણે ભણવાનું શરૂ કરીશું. આજે એકડો લખતાં શીખીશું. અને હા, આજે પણ

છેલ્લો એક કલાક વારતાનો ! બરાબર ?''બરાબર બહેન !' બાળકોએ એક અવાજે એમના સૂચનને વધાવી લીધું.બહેને કાળા પાટિયા પર મોટો એકડો લખ્યો.પછી બાળકોને એની નકલ કરી પોતપોતાની પાટીમાં એકડો લખીને લાવવાનું કહ્યું. પહેલા ધોરણના બાકીનાં બાળકોનો તો એ વરસનો એ

બીજો દિવસ હતો જ્યારે પેલા બંદાનો તો ત્રણસોને અડસઠમો દિવસ હતો ! એને ચૌદ એકડા તો પ્રથમથી જ આવડતા હતા. ફટાફટ ચૌદ એકડા લખીને એ બહેન પાસે પહોંચી ગયો.બીજા બધાં બાળકો પહેલો એકડો લખવાની

મથામણ કરતાં હતાં ત્યારે આ વિઘાર્થીને ચૌદ એકડા લખીને આવેલી જોઈ શિક્ષિકાબહેને ખૂબ વહાલથી એની પીઠ થાબડી. એને પોતાની નજીક ખેંચીને બોલ્યાં, અલ્યા ! તું તો સૌથી વધારે હોશિયાર છો. અહીં બધાને એક એકડો

લખવાના ફાંહ્ન છે ત્યારે તને તો દીકરા ! ચૌદ એકડા આવડે છે. વાહ ! ચૌદ એકા 1 કેટલું સરસ કહેવાય. ખરેખર તારાં

વખાણ કરવા જ પડે !” પેલા વિદ્યાર્થીને રોમે રોમ ખુશી વ્યાપી ગઈ. ત્રણસોને અડસઠ દિવસમાં કદાચ પ્રથમ વખત એને પોતાની જાત માટે ગૌરવ થયું. પોતે પણ કંઈક કરી બતાવી શકે છે એની પ્રતીતિ થઈ.આ વિદ્યાર્થી પ્રથમ ધોરણમાં નાપાસ થયેલો છે.રીપિટર છે એ હકીકત જાણતા હોવા છતાં,"અલ્યા ડફોળ | ઢાંઢાં ! બીજા વરસે ચૌદ જ એકડા આવડે એનાં વખાણ ન હોય પણ તને એની શરમ આવવી જોઈએ. આમ વટથી પાર્ટી બતાવવા આવવાને બદલે સો એકઠા લખી બતાવ !' એવું એ શિક્ષિકાબહેને ન કહ્યું. એવાં વાક્યોની ખરાબ અસર અંગે એમને કદાચ ઊંડો

ખ્યાલ હશે અથવા તો એવું કદાચ એમના સ્વભાવમાં જ નહીં હોય. એટલે જ મેણું મારવાને બદલે એમણે બાળકનાં વખાણ કર્યાં એની પીઠ થાબડીને એને ખૂબ જ વહાલ કર્યું.

બસ ! આટલું જ ! એ બાળકમાં શક્તિઓ તો ઢબૂરાયેલી પડી જ હતી. જરૂર હતી કોઈએ એને જાગૃત કરવાની ! શિક્ષિકાના પ્રેમભર્યા વર્તન અને વહાલથી ભરેલા પ્રશંસાના શબ્દોની કંઈક અદ્ભુત અસર થઈ. પાનખરમાં સાવ બુઠ્ઠા થઈ ગયેલા ઝાડવાને વાસંતી વાયરાનો સ્પર્શ થાય અને એની ડાળે ડાળ નવપલ્લવિત થઈ જાય એમ એ બાળક ખીલવા લાગ્યો બહેનની વાહ-વાહ મેળવવી એ જાણે કે એ બાળકનો જીવનમંત્ર બની ગયો હતાં. બાળકો પ્રેમ અને થોડાક વહાલના કેટલા ભૂખ્યા હોય છે એ વાતને આ બાળકનું બદલાયેલું વર્તન જાણે કે પુરવાર કરતું હતું. સાચી શિક્ષિકાના નિર્દોષ પ્રેમનો પડઘો પાડતો હોય તેમ એ બાળક મન દઈને ભણવા લાગ્યો. બહેનના મોઢે પ્રશંસા સાંભળવા માટે મોકો મળે ત્યારે વાર્તા કહેવા પણ એ હંમેશાં તત્પર રહેતો.આ બાજુ બાળક ઘરે જઈને પણ દેશી હિસાબની ચોપડી લઈ વાંચ્યા કરતો અને પાકું કર્યા કરતો. નિશાળ સાથે વેર હોય તેમ વર્તતાં બાળકને આખો દિવસ ચોપડી લઈને વાંચ્યા કરતો અને દોડતો નિશાળે પહોંચી જતો જોઈને માતાને પણ નવાઈ લાગતી. હવે તો એને ઉઠાડવા માટે કે તૈયાર કરવા માટે પણ માથાકૂટ કરવાની મટી ગઈ હતી. આગળના વરસે પાટી-પેનને હાથ પણ ન લગાવતા બાળકને એની જાતે લખ્યા જ કરતો જોઈને માતાને આશ્ચર્ય તો થતું પણ એ ઘટના સુખદ હોવાથી એ કંઈ કહેતી નહીં.એમ કરતાં પહેલા ધો૨ણનું એ વરસ પૂરું થયું.

આગળના વરસે જે બાળકને ફક્ત ચૌદ એકડા જ આવડતા હતા એને આ વરસે બધા એકડા,એકથી ચાલીસા સુધી આંક (ગડિયા), પાયા,દોઢા, અઢિયા અને ઊઠાં (સાડા ત્રણા) આવડતા હતા. પહેલાં એ એમ જ ઊઠાં ભગાવતો હતો પણ હવે એને સાચા ઊંઠાં (સાડા ત્રણા) આવડી ગયાં હતાં. એ પાસ થયો ત્યારે આખા વર્ગ સામે એને ઊભો રાખીને શિક્ષિકાબહેને એનાં ખૂબ જ વખાણ કર્યાં. એ પહેલે નંબરે પાસ થયો હતો.પહેલા ધોરણમાં પ્રથમ નંબરે પાસ થઈ,પરિણામની નોંધ પાટીમાં લખાવીને ઘરે જતો એ

બાળક મનમાં ને મનમાં વિચારતો હતો : નિશાળ તો આવી જ હોવી જોઈએ ! અને આવાં સારા સ્વભાવના અને પ્રેમાળ બહેન જો આમ ભણાવે તો કોને ન ગમે ? આવી નિશાળ અને આવું ભણવું તો ગમે જ ને વળી !!!

નિષ્કર્ષ:-

દરેક બાળક માં કંઇક અલગ રહેલું છે તેની શક્તિ ને ઓળખી એ શક્તિ ને બહાર લાવવામાં આવે તો એજ બાળક ભવિષ્ય મા સર્વશ્રેષ્ઠ બની શકશે.