Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

વૃદ્ધ સ્ત્રી (પ્રેરક પ્રસંગ)

                            

                                વૃદ્ધ સ્ત્રી(પ્રેરક પ્રસંગ)






એકવાર એક પ્રખ્યાત દુકાનમાં લસ્સી નો ઓડૅર આપીને , અમે બધા મિત્રો આરામથી બેઠા હતા અને એકબીજાની ખેંચી રહ્યા હતા અને મજાક કરી રહ્યા હતા ત્યારે લગભગ 75-80 વર્ષની ઘરડી મહિલા પૈસા માંગતા મારી સામે હાથ ફેલાઈને ઉભા થઇ ગયા.


તેમની કમર વાંકી વળી ગઇ હતી,અને ભૂખ તેમના ચેહરા ઉપર ની કરચલીયોમાં દેખાતી હતી. આંખો અંદરથી ડૂબી ગઈ હતી પરંતુ તેજસ્વી દેખાતી હતી. તેમને જોઈને, અચાનક મારા મન માં શું આવ્યું મારા ખીસ્સામાં પૈસા લેવા માટે નાખેલો હાથ બહાર ખેંચી ને પૂછી લીધું તમે લસ્સી પીસો..?


“દાદી તમે લસ્સી પીશો?”


મારી આ વાત થી દાદી ને આશ્ચર્ય ના થયું પરંતુ મારા મિત્રો આશ્ચર્યચકિત થઈ ગયા . કારણ કે જો મેં તેમને પૈસા આપ્યા હોત તો મેં માત્ર 5 કે 10 રૂપિયા આપ્યા હોત પરંતુ લસ્સી 30 રૂપિયા ની એક છે.


દાદીએ અચકાતા સંમતિ આપી અને તેમને તેમના પાસે જમા કરેલા 6-7 રૂપિયા તેમના ધ્રુજતા હાથ સાથે,મારા સામે ધર્યા. મને કંઈ સમજાયું નહીં  મેં તેમને પૂછ્યું.


“આ શેના માટે છે?”


"આ પૈસા ભેગા કરી ને મારી લસ્સી ના પૈસા આપો સાહેબ!"


ભાવુક તો હું તેમને જોઈને જ થઈ ગયો હતો. પરંતુ આ વાતે રહી ગયેલી કસર ને પણ પુરી કરી દીધી!


અચાનક મારી આંખો ઝબકી ગઈ અને ભરાયેલા ગળા સાથે મેં દુકાનદારને લસ્સી આપવાનું કહ્યું. તેણે તેના પૈસા પાછા મુઠ્ઠીમાં પકડી લીધા અને મારી નજીક જમીન પર બેસી ગઈ .


હવે મને મારી લાચારીનો અહેસાસ થયો કારણ કે ત્યાં હાજર દુકાનદાર, મારા મિત્રો, અને બીજા ઘણા ગ્રાહકોના કારણે હું એ વૃદ્ધ સ્ત્રી ને ખુરશી પર બેસવાનું ન કહી શક્યો.

મને ડર હતો કે કોઈ મને ટોકસે. કોઈ તેની બાજુમાં બેઠેલી ભીખ માંગતી વૃદ્ધ મહિલા સામે વાંધો ઉઠાવશે. પણ હું જે ખુરશી પર બેઠો હતો તે મને કરડી રહી હતી.


કપ માં લસ્સી ભરીને મારા , મારા બધા મિત્રો અને વૃદ્ધ દાદીના હાથમાં આવતાજ , મેં મારો કપ પકડ્યો અને દાદીની બાજુમાં જમીન પર બેસી ગયો.કારણ કે હું આમ કરવા માટે મુક્ત હતો… કોઈને તેમા વાંધો ન હતો...




હા! મારા મિત્રોએ એક ક્ષણ માટે મારી સામે જોયું… પણ તે કંઇ બોલે તે પહેલા જ દુકાન માલિક આગળ વધ્યો અને તેને દાદીને ઉંચકીને ખુરશી પર બેસાડી અને મારા સામે હસીને હાથ જોડીને કહ્યું-“ઉપર બેસો, સાહેબ! મારી પાસે અહીં ઘણા ગ્રાહકો છે, પરંતુ તમારા જેવા લોકો ભાગ્યે જ આવે છે. “


હવે દરેકના હાથમાં લસ્સીનો કપ હતો અને હોઠ પર હળવું સ્મિત હતું, ત્યાં માત્ર એક દાદી હતી જેની આંખોમાં સંતોષના આંસુ હતા, તેના હોઠ પર ક્રીમના થોડા ટુકડા હતા અને તેના હૃદયમાં સેંકડો પ્રાર્થનાઓ હતી.


ખબર નથી કે જ્યારે પણ આપણે ભૂખ્યા ગરીબોને 10-20 રૂપિયા આપવા પડે કે તેના પર ખર્ચ કરવો પડે, ત્યારે તે આપણને ઘણું વધારે લાગે છે. પણ વિચારો કે તે થોડા રૂપિયા કોઈના મનને સંતોષ કરતા વધારે મૂલ્યવાન છે?


જ્યારે પણ તમને તક મળે ત્યારે આવા દયાળુ અને કરુણામય કરતા રહો પછી ભલે કોઈ તમને ટેકો આપે કે ન આપે!

આ સાથે જ મને ગમતી મને પ્રિય પંક્તિ જરૂર કહીશ..

गीता मे लिखा है क्या लेकर आए थे और क्या लेकर जाएंगे

लेकिन में कहता हु की एक छोटा सा दिल लेकर आए थे

लेकीन हजारों दिलो में अपनी जगह बना के जाएंगे।